કોણ છે બેરિસ્ટર વરૂણ ઘોષ? જેણે ભગવત ગીતા પર હાથ રાખીને શપથ લીધા?

ભારતીય મૂળના બેરિસ્ટર વરુણ ઘોષને ઓસ્ટ્રેલિયન સેનેટમાં સેનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરુણ ઘોષ મંગળવારે ભગવદ ગીતા પર શપથ લેનાર ઓસ્ટ્રેલિયન સંસદના પ્રથમ સેનેટર બન્યા. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના વરુણ ઘોષને વિધાન પરિષદ દ્વારા ફેડરલ સંસદની સેનેટમાં ઓસ્ટ્રેલિયન રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટવામાં આવ્યા છે.ભારતીય મૂળના બેરિસ્ટર વરુણ ઘોષને ઓસ્ટ્રેલિયન સેનેટમાં સેનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરુણ ઘોષ મંગળવારે ભગવદ ગીતા પર શપથ લેનાર ઓસ્ટ્રેલિયન સંસદના પ્રથમ સેનેટર બન્યા. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના વરુણ ઘોષને વિધાન પરિષદ દ્વારા ફેડરલ સંસદની સેનેટમાં ઓસ્ટ્રેલિયન રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, હું જાણું છું કે સેનેટર ઘોષ તેમના સમુદાય અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયનો માટે મજબૂત અવાજ હશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પણ વરુણ ઘોષને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. તમને ટીમમાં મળીને ખૂબ આનંદ થયો. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાની વિધાનસભાએ ગુરુવારે જાહેરાત કરી કે, વિધાનસભા અને વિધાન પરિષદે વરુણ ઘોષને ફેડરલ સંસદની સેનેટમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે. વરુણના માતા-પિતા નેવુંના દાયકામાં ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. વરુણ 17 વર્ષની ઉંમરે પર્થમાં લેબર પાર્ટીમાં જોડાયા. 2019ની ફેડરલ ચૂંટણીમાં વરુણ લેબર પાર્ટીની સેનેટ ટિકિટ પર પાંચમા સ્થાને રહ્યા અને ચૂંટાઈ શક્યા નહીં.

વરુણ ઘોષે યુનિવર્સિટી ઑફ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાંથી આર્ટસ અને લૉમાં ડિગ્રી મેળવી અને યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાં કાયદામાં કૉમનવેલ્થ સ્કોલર હતા. શરૂઆતમાં ન્યૂયોર્કમાં તેણે વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ બેંક માટે ફાયનાન્સ એટર્ની અને સલાહકાર તરીકે કામ કર્યું. તેઓ 2015માં કિંગ એન્ડ કંપનીમાં વરિષ્ઠ સહયોગી તરીકે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા.