કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ, 14 ખરીફ પાકો પર MSP વધારવાની કેબિનેટની મંજૂરી

farmers

કેન્દ્ર સરકારે 19 જૂને 14 ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP રૂ.2183 રૂપિયા હતી, જોકે તેમાં વધારો કરીને 2300 રૂપિયા કરવામાં આવી છે. કપાસની નવી MSP રૂ.7121 જ્યારે તેની બીજી જાત માટે નવી 7521 રૂપિયા નિર્ધારીત કરાઈ છે, જે અગાઉની એમએસપી કરતાં 501 રૂપિયા વધુ છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં બે લાખ નવા ગોડાઉન બનાવવામાં આવશે. નવી એમએસપી પર બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ગત પાક સિઝનમાં એમએસપી પર આશરે 1.65 લાખ રૂપિયા ખર્ચ કરાયો હતો.

ખેડૂતોનો ફાયદો પહોંચાડવા અને તેમને કોઈપણ નુકસાનથી બચાવવા માટે પાકો પર લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલી રહી છે. કેન્દ્રીય સરકાર પાકોના મિનિમમ ભાવ નક્કી કરે છે જેને MSP કે પછી લઘુત્તમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. તેને એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જો ક્યારેય પાકના ભાવ બજારના હિસાબથી ઓછા આવે છે, ત્યારે પણ સરકાર MSP પાકોને ખરીદે છે. અંદાજિત 60 વર્ષ પહેલા તત્કાલિન સરકારે દેશને અનાજની અછતથી બચાવવા માટે ઘઉં પર MSP શરૂ કર્યું હતું. જોકે, સરકાર સીધા ખેડૂતોથી ઘઉંને ખરીદીને પીડીએસ સ્કીમ હેઠળ ગરીબોમાં વહેંચી શકે.

આ વાત સમજવું ઘણું જરૂરી છે કે સરકાર તમામ પાકો પર MSP નહીં આપે. સરકાર તરફથી 24 પાકો પર MSP નક્કી થાય છે. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના કમીશન ફૉર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસિસ ડિપાર્ટમેન્ટ તરફથી શેરડીની MSP નક્કી કરવામાં આવે છે. આ એક ડિપાર્ટમેન્ટ તરીકે સૂચન આપે છે. આ કોઈ ઓર્ગેનાઈઝેશન નથી જે કાયદા તરીકે MSP નક્કી કરી શકે. આ માત્ર એક વિભાગ છે જે સૂચન આપે છે, આ કોઈ એવી સંસ્થા નથી જે કાયદાકીય રીતે MSP લાગૂ કરી શકે. ઓગસ્ટ 2014 એટલે અંદાજિત 10 વર્ષ પહેલા શાંતા કુમાર કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, દેશમાં માત્ર 6 ટકા ખેડૂતોને MSPનું બેનિફિટ મળી શકે છે.