હાઇવે 407 ETR માં પહેલી ફેબ્રુઆરી બાદ 1 થી 11 સેન્ટનો ભાવ વધારો

Ontario 407 | Gujarat Times

ઓન્ટારિયોમાં વધુ સરળ અને સુવિધા આપતો હાઇવે 407 ETR માં હવે ફેબ્રુઆરી 2024 થી 1 સેન્ટ થી લઇ 11 સેન્ટનો પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરવામાં આવશે. હાઇવે 407 ETR ખૂબ જ સારી સુવિધા આપે છે. 2020 કોવિડ બાદ ચાર વર્ષ દરમિયાન આ પ્રાઇસ સ્થગિત કરી દેવામાં આવી હતી ત્યારબાદ હવે ચાર વર્ષ પછી ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે.

પ્રતિ કિલોમીટર 1 સેન્ટ થી લઈ અને 11 સેન્ટ સુધીનો વધારો કરાશે. જોકે 108 કિલોમીટરનો express હાઇવે હવે વાહન ચાલકો માટે માસિક પાંચ ડોલર કે તેથી થોડો વધુ મોંઘો થશે. લાઈટ તેમજ કોમર્શિયલ વ્હીકલ માટે અલગ અલગ ભાવ વધારા કરવામાં આવશે. મળતી માહિતી મુજબ પહેલી ફેબ્રુઆરી 2024માં સેવન હાઈવે ટોલમાં વધારો થતા જોવાનું એ છે કે મંથલી એવરેજ પાંચ ડોલરનો વધારો હશે અને વર્ષ દરમિયાન આશરે 60 ડોલરનો વધારો થવાનો છે. જોકે આની અસર વાહન ચાલકો પર દેખાશે કે નહીં તે આવનાર સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *