ઑન્ટેરિયોમાં મોટી સંખ્યામાં લોકો નંબર પ્લેટ વિના કાર ચલાવે છે, જે તેઓ મફતમાં રજીસ્ટર કરાવી શકે છે.

ServiceOntario Licence Plate | Gujarat Times

કેનેડાના ઓન્ટારિયો ખાતે પરિવહન મંત્રાલય દ્વારા બે વર્ષ અગાઉ લાયસન્સ પ્લેટ સ્ટીકર રીન્યુઅલ નાબૂદ કરવામાં આવ્યું હતું. જેનાથી ઓન્ટારિયોમાં આશરે ૮૦ લાખથી પણ વધુ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર તેમજ અન્ય કોમર્શિયલ વ્હીકલોને આનો મોટો લાભ મળ્યો, લાયસન્સ સ્ટીકરનો ચાર્જ $ ૧૦૦ થી લઈ $ ૧૨૦ દર વર્ષે કરવામાં આવતો હતો ગવર્મેન્ટના આ નિર્ણયથી ઓન્ટારિયોમા રહેતા વાહન માલિકોને મોટી રાહત મળી છે. જોકે આ નિર્ણયથી ગવર્મેન્ટને ૧.૧ બિલિયન ડોલરનો વર્ષે બોજ પડે છે તેમ છતાંય લોકોને રાહત આપી શકાય તે માટે ઓન્ટારિયો ગવર્મેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાઇવે પોલીસના જણાવ્યા મુજબ ૨૦૨૨/૨૦૨૩ દરમિયાન પાંચ લાખથી પણ વધુ લોકોને રોડ પર અન-રજીસ્ટર પ્લેટ સ્ટીકર સાથે ફરી રહ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. આ સંખ્યા ખૂબ જ મોટી છે અને આવનાર સમયમાં ચિંતાજનક છે જોકે ઓ.પી.પીના અધિકારી અલગ અલગ ટીવી ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપરમાં આ બાબતે જાણ કરવા ઉપરાંત લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ૨૦૨૨ માં અન રજીસ્ટર પ્લેટ ૮,૧૪,૦૦૦ ની આસપાસ હતી ત્યારે ૨૦૨૩ માં જૂનના અંત સુધીમાં આ સંખ્યા ૫,૭૩,૦૦૦ નોંધાઈ હતી જે બાબત ખૂબ જ ચિંતાજનક છે.

લાયસન્સ પ્લેટ સ્ટીકર રજીસ્ટ્રેશન માટે કોઈપણ ચાર્જ નથી અને ઓનલાઈન બહુ સરળતાથી રીન્યુ થઈ શકે છે એ છતાં લોકો અન રજીસ્ટર લાઇસન્સ પ્લેટ વાળું વ્હીકલ લઈ રોડ પર ફરે છે. જોકે ઓન્ટરિયો ગવર્મેન્ટ અને હાઈવે પોલીસ દ્વારા લાયસન્સ પ્લેટસ્ટીકર રિન્યુઅલ માટે પ્રસંશનીય કામગીરી થઈ રહી છે ત્યારે ઓન્ટરિયોમાં વિહિકલ માલિક અને ઓપરેટરો પોતાની ફરજ સમજી અને મોટર વ્હીકલ એક્ટ કાયદાનું પાલન કરતા પોતાની લાયસન્સ સ્ટીકર પ્લેટ સમયસર ઓનલાઇન અથવા તો સવિૅસ ઑન્ટેરિયો જઈ અને ખૂબ જ સરળતાથી રીન્યુ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *