અમેરિકામાં H1B વિઝા ધરાવનારના જીવનસાથી અને સંતાનોને હવે કામ કરવાની મંજૂરી મળશે

United States of America

અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે અમેરિકામાં જ કામ કરી શકશે. જેને લઈને રાષ્ટ્રપતિ બાઇડનની સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકી સેનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ્સ વચ્ચે ચર્ચાના અંતે નેશનલ સિક્યોરિટી એગ્રિમેન્ટ નામનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હક્તો જે અનુસાર H-1B વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રોજગારીના અધિકારો મળે તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા મુદ્દે જોગવાઈ કરવામાં આવી છે.
માનવામાં આવી રહ્યું છે કે જો આ પ્રસ્તાવ મંજૂરી મળશે તો લગભગ 1 લાખ H-4 વિઝા ધારકોને સીધો તેનો લાભ મળશે અને અમેરિકામાં કામ કરી શકશે. નોધનીય છે કે H-1B વિઝાધારકોના જીવનસાથી કે સંતાનોને જ H-4 વિઝા આપવામાં આવે છે.
નેશનલ સિક્યુરિટી એગ્રીમેન્ટ અંતર્ગત 118.28 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિલમાં H-1B વિઝા ધારકોના બાળકોના અધિકારોની સુરક્ષા, આ શ્રેણીના લોકોને રોજગાર અધિકાર આપવા અને ગ્રીન કાર્ડ ક્વોટા વધારવાની માંગ કરવમ આવી છે. બિલ હેઠળ આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 18,000 લોકોને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મળશે.
વ્હાઇટ હાઉસના નિવેદન મુજબ 30 વર્ષમાં પહેલીવાર ઈમિગ્રન્ટ વિઝા મર્યાદામાં વધારો કરાયો છે. હવે દર વર્ષે 50 હજાર વિઝા આપવામાં આવશે. આમ આગામી પાંચ વર્ષમાં 2.50 લાખ વિઝા આપવામાં આવશે. જેમાં 1.60 લાખ વિઝા પરિવાર આધારિત અને 90 હજાર રોજગાર આધારિત હશે.