લાફીંગ થેરાપી એટલે આજીવન તંદુરસ્તી મેળવવાનો સરળ ઉપાય . જયારે તમને તબિયત ની ચિંતા હોય ત્યારે સારામાં સારો ઉપાય ખડખડાટ હસવાનો છે .આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી હકીકત છે . તમારા તન અને મન ના સ્વભાવ માટે ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય એ સૌ કોઈ અજમાવી શકે તેવું અકસીર ઔષધ છે . જાણે અજાણે , કારણ કે વિના કારણે , એકલા કે સમૂહ માં હસવાથી નવજીવન મળે છે , આનંદ અને ઉત્સાહ વધે છે , મન માં અપાર શાંતિ નો અનુભવ થાય છે .સર્વ સંતાપ દૂર થાય છે અને થોડાક જ સમયમાં બધું સારું લાગશે , તાજગી નો અનુભવ થશે . ડો. લી. એસ. બર્ક અને તેના મિત્રોએ ૧૯૬૦ ના અરસામાં હાસ્ય થેરાપી ની શરૂઆત કરી . તેમના મતે હાસ્ય એ તણાવ ( Stress ) હળવો કરવામાં મદદ કરે છે . ભારત ના જાણીતા ફિઝીશીયન ડો. મદન કટારીયાએ ૧૯૯૫ માં લાફ્ટર યોગા ની શરૂઆત કરી અને હાસ્ય માટે જુદી જુદી ઘણી પ્રયુક્તિઓ ( ટેકનીક ) વિકસાવી , લગભગ ૧૦૦ થી વધુ લાફીંગ ની સરળ કસરતો છે . ૧૯૭૦ માં યુ .એસ . ના સ્ટીવ વિલ્સન , મનોચિકિત્સકે લાફ્ટર ક્લબ નો વિચાર રજૂ કર્યો . આજે લાફીંગ થેરાપી નો નોર્થ અમેરિકા , રશિયા , પેલેસ્ટાઇન , ભારત જેવા અનેક દેશો માં ઉપયોગ થાય છે . Dr . Annette Goodheart એ લાફ્ટર થેરાપી પર પુસ્તક લખેલ છે .
હાસ્ય ચિકિત્સાથી , લાફીંગ યોગાથી ઘણા સારા ફાયદા થાય છે. મનુષ્ય નું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે . સંધિવા , અસ્થિવા , ડાયાબિટીસ , બ્લડ પ્રેસર , હદય રોગ વગેરે માં લાભદાયી છે . લાફીંગ યોગા નિયમિત કરવાથી તણાવ, ચિતા અને હતાશા દૂર થાય છે , વ્યક્તિ નો મૂડ સારો રહે છે , વ્યક્તિ સ્ફૂર્તિ અને તાજગી અનુભવે છે . હદય અને ફેફસા મજબૂત બને છે . ભાગદોડ ભરી જિંદગીમાં આનંદિત અને ખુશ રહેવા થોડો સમય લાફીંગ યોગા માટે ફાળવવાથી જિંદગી સારી રીતે જીવી શકીએ છીએ . હાર્ટ એટેક નું જોખમ ઘટે છે . રોગ પ્રતિકારક શક્તિ વધે છે . ઉંઘ સારી આવે છે . વજન ઘટાડામાં સહાયરૂપ બને છે , કારણ વધારાની કેલરી બાળવામાં મદદરૂપ થાય છે .નકારાત્મક વિચારો દૂર થાય છે . શરીર અને મગજ માટે ઓક્સિજન લેવલ વધારે છે . સામાજિક સંબધો વધે છે . વિશ્વ માં આજે ૨૦,૦૦૦ થી વધુ લાફ્ટર યોગા ક્લબ છે . કેટલાક ડોક્ટર્સ , દર્દી માટે લાફીંગ થેરાપી નો પણ ઉપયોગ કરે છે .