નેધરલેન્ડ માટે ટિમો બોયર્સ (પમી મિનિટ), પેપિન વાન ડેર હેડન (૧૬મી મિનિટ) અને ઓલિવિયર હોર્ટેન્સિયસ (૪૪મી મિનિટ)એ ગોલ કર્યા હતા, જ્યારે ભારત માટે આદિત્ય લાલગે (૩૪મી મિનિટ), અરિજિત સિંહ કુંડલ (૩૬મી મિનિટ), આનંદ કુશવાહા (૫૨મી મિનિટ) ) અને કેપ્ટન ઉત્તમ સિંહ (૫૭મી મિનિટ)એ ગોલ કર્યા હતા.ભારતીય ટીમે બે ગોલથી પાછળ રહી ગયા બાદ શાનદાર વાપસી કરી અને જુનિયર હોકી વર્લ્ડ કપમાં નેધરલેન્ડ જેવી મજબૂત ટીમને ૪-૩થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમ સેમિફાઇનલમાં જર્મની સામે ટકરાશે. વર્લ્ડ રેસ્પ્રિંગમાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલા ભારત અને નેધરલેન્ડ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચ ઘણી રોમાંચક રહી હતી. હાફ ટાઈમ સુધી ડચ ટીમ ૨-૦થી આગળ હતી પરંતુ તે પછી ભારતે પુનરાગમન કર્યું અને બીજા હાફમાં ચાર ગોલ કર્યા. નેધરલેન્ડ માટે ટિમો બોયર્સ (૫મી મિનિટ), પેપિન વાન ડેર હેડન (૧૬મી મિનિટ) અને ઓલિવિયર હોર્ટેન્સિયસ (૪૪મી મિનિટ)એ ગોલ ર્યા હતા, જ્યારે ભારત માટે આદિત્ય લાલગે (૩૪મી મિનિટ), અરિજિત સિંહ હુંડલ (૩૬મી મિનિટ), આનંદ કુશવાહા (૫૨મી મિનિટ) અને કેપ્ટન ઉત્તમ સિંહ (૫૭મી મિનિટ)એ ગોલ કર્યા હતા.